જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Default

મુખ્ય પાનું

આચાર્યનો સંદેશ

શાળા એક વિદ્યાનું મંદિર છે. જ્યાં શિક્ષણ, સંસ્કૃતિ, સંસ્કાર, આદર-માન અને સન્માનનું સિંચન થાય છે. જે શાળાની પ્રણાલી છે. જેની તમામ માહિતી થી વિદ્યાર્થીઓ માહિગાર હોય છે. શાળામાં સાંસ્કૃતિક અને ઇત્તર પ્રવૃત્તિઓ, રમત-ગમત ઉત્સવોનું આયોજન શૈક્ષણિક પ્રવાસ, વૈજ્ઞાનિક ગુણો વિકસે તેવા કાર્યક્રમો, વિજ્ઞાન પ્રદર્શન, હેલ્થમેળાઓ શાળાની પરીક્ષા પધ્ધતિ, શાળનું સુંદર પર્યાવરણ માટે બાગ-બગીચાનુ સુંદર વાતાવરણ ઉભુ કરવામાં આવે તેવું આયોજન થાય તેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

શાળામાં પરિવારની ભાવનાને જાગૃત કરે એવા શાળાના હૃદય સમાન કે જેઓનો ધ્યેય હંમેશા શાળાની પ્રગતિમાં જ સમાયેલ છે. એવા પ્રમુખશ્રી તથા અન્ય ટ્રસ્ટીગણ તથા સંનિષ્ઠ અને સતત કાર્યશીલ એવા શિક્ષકો, શિક્ષણની સતત ભૂખ છે. એવા વિદ્યાર્થીઓ અને સતત બાળકોની ચિંતાનું સેવન કરતા હોય તેવા જાગૃત, વાલીગણ વચ્ચે સેતુ સમાન છે.

શાળાનું પર્યાવરણ એજ તેની પ્રગતિ દર્શાવે છે. પર્મપરાગત પધ્ધતિથી અને શૈક્ષણિક અનુભવોની સાથે સાથે જ્ઞાન વિજ્ઞાન અને નૂતન ટેક્નોલોજીના યુગમાં અદ્યતન શૈક્ષણિક પધ્ધતિ, પ્રયુક્તિઓના અભિગમથી નવા શિખરો સર કરતાં કરતાં શાળા આગળ વધી રહી છે. તાલુકા જિલ્લા અને રાજ્યકક્ષા સુધી જુદી-જુદી પ્રયક્તિઓમાં નામના મેળવી છે. જેનો ખરો યશ નિષ્ઠાવાન અને પ્રામાણિક શિક્ષકોને આભારી છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું મૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે. જેના વડે બાળકો એક સમાજ કે દેશ માટે આદર્શ, સુસંસ્કારી ઉદાહરણ રૂપ બની શકે. અને શિક્ષિત અને સુસંસ્કારી સમાજનું ઘડતર થાય એજ આજના યુગની તાતી જરૂર છે.

શાળા ઉત્તરોત્તર પ્રગતિ સાથે અને જિલ્લામાં કે રાજ્યમાં નમૂના રૂપ ઉદાહરણ પુરૂ પડે તેવી શુભેચ્છાઓ પાઠવું છુ.

શ્રીમતી કપિલાબેન પી. પટેલ
આચાર્ય જાગૃતિ કન્યા વિદ્યાલય, ફતેપુરા

ધ્યેય કથન

આદિજાતિ વિસ્તારની અને પહાડી વિસ્તારમાં તેમજ દાહોદ જિલ્લામાં આવેલી શાળાઓમાં આ એક નામાંકિત શાળા છે. આ શાળાએ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિજ્ઞાનની પ્રવૃત્તિમાં, રમત-ગમત ક્ષેત્રે તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રમાં ખુબજ નામના મેળવી છે. આ શાળાની શરૂઆત જૂન 1986માં ફતેપુરામાં આવેલ પોલીસ સ્ટેશનની બાજુમાં જ નળીવાળા મકાનના નાના ઓરળામાં કરી હતી જેનો મુખ્ય હેતુ શિક્ષણની સાષે ગરીબ પરિવારમાંથી આવતા દેશ માટે સારા ઘડવૈયાનુ નિર્માણ કરવાનું હતું. બાળકોમાં ક્રિયાત્મક, ભાવાત્મક, સર્જનાત્મક તેમજ આદર તથા સન્માન તથા આત્મવિશ્વાસું બનાવવા એ મુખ્ય ધ્યેય છે.

દ્રસ્ટિ કથન

  • શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અંદરો અંદર તેમજ અન્ય લોકોનું સન્માન કેળવતા થાય તેવા ગુણો વિકસાવવા....
  • વિચારોની આપલે યોગ્ય રીતે કરવા પ્રયત્ન કરતા થાય.
  • સમાજમાં સુધારાત્મક ગુણો જેવા કે વ્યસન મુક્તિ, દહેજ પ્રથા બાળ લગ્ન ધારો, અપહરણ, જેવા દુષણો ને નાબુદ કરી જનહિતોને સાચવવા માટે શિક્ષણનો વ્યાપ વધારી સમજદારીમાં ભાગીદારી કરી સમાજનો ઉત્થાન લાવવા અથાગ પ્રયત્નો કરવા.
  • સરકારશ્રીની નવી-નવી યોજનાઓથી સમાજમાં જાગૃતિ લાવી તેનો બહોળો ઉપયોગ થાય તે તરફ પ્રયત્નો કરવા.
  • સ્વચ્છતા અભ્યાન, નિર્મળ ગુજરાત, બેટી બચાવો ઝુંબેશ, આરોગ્ય સમપોષણમાં સમાજના તમામ વર્ગોના લોકોને જોતરવા અને સહભાગીદારીના ગુણો સમજદારી પૂર્વક વિકસાવવા પ્રયત્નો કરવા.
  • સમાજના નબળા વર્ગોનો પૂરેપૂરો અભ્યાસ કરી તેમના ઉત્થાનમાં પડતી મુશકેલી નિવારણ કરવા માટે ઉપચારાત્મક અભિગમ અપનાવવા પ્રયત્નો કરવા.
  • સમાજની વિકાસ ગાથા એક આગવી છાપ ઉપજાવે તે માટે સાથ અને સહકારની ભાવના દ્વારા લોકોમાં ઉચ્ચત્તમ ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહેવુ.