જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | About Us

શાળા વિશે

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયા ની માહિતી

શાળાનું શૈક્ષણીક વર્ષ જૂનમાં શરૂ થયા છે અને બે સત્રનું હોય છે. પહેલું સત્ર જૂન થી ઓકટોબર અને બીજું સત્ર નવેમ્બર થી એપ્રિલનું હોય છે. વાલીઓને પોતાના બાળકોના એડમીશન માટેનું ફોર્મ શાળા પાસેથી લેવાનું હોય છે. એડમિશન માટે વિદ્યાર્થીઓને લેખિત પરીક્ષા તથા મૈખિક પરીક્ષા આપવાની હોય છે. શાળા છોડયાનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ તથા વેકિસનેશનનું પ્રમાણપત્ર જરૂરી છે.

ગુજરાતની બહારના વિદ્યાર્થીઓના એડમિશન માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર પર જિલ્લા શિક્ષણ અધિકારીના હસ્તાક્ષર ફરજિયાત છે. એડમિશનનો અંતિમ નિર્ણય એ શાળાના હાથમાં રહેશે.

ટ્રસ્ટના હેતુઓઃ

સંસ્થાઓ અને અન્ય વિભાગો જે જાહેર અને ખાનગી વિસ્તારોનું મેનેજમેન્ટ પ્લાનિંગ અને ડિઝાઇનીંગ કરે છે. તેમને ટ્રેનીંગ, કોન્ફરન્સ અથવા પ્રકાશનો દ્વારા સલાહ અને માર્ગદર્શન આપવું એ અમારા કાર્યનો મુખ્ય ધ્યેય છે.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

શાળામાં જાતિના ભેદભાવને બદલે શૈક્ષણિક કાર્યમાં ધ્યાન આપવું એ અમારો મુખ્ય હેતું છે. શૈક્ષણીક સંસ્થા દ્વારા જણાવેલ સાધનો તથા વસ્તુઓની સુવિધા પૂરી પાડવી. ટ્રસ્ટ દરેક જાતિ અને જુદા-જુદા વર્ગોના કલ્યાણ માટે પ્રવૃત્તિમાં રહે છે. ધર્માદા સંસ્થા તથા સામૂહિક પ્રવૃતિ કેન્દ્રોની સ્થાપના કરે છે. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે શાળાઓ, કોલેજો, તથા મહિલાઓ, વિધવા, અનાથ બાળકો માટે કલ્યાણ કેન્દ્રોની સ્થાપના કરે છે. વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ વ્યવસ્થા તથા શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો માટે ધોડિયા ઘરની સુવિધા આપવામાં આવે છે. અંધજનો, અંપગો, વૃધ્ધો તથા મહા રોગના દર્દીઓ માટે હંમેશા પ્રવૃત રહે છે.