જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Prayers

પ્રાર્થના મંજરી

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

પ્રાર્થના એટલે ઇશ્વરની સમીપતાની અનુભૂતિ અસ્તિત્વનો સ્વીકાર, સમગ્ર જીવવનું પ્રેરણામય એવી પ્રાર્થના માનવીને શક્તિ, ઉષ્મા, આસ્વાસન, હિંમત તથા શુભ નિષ્ઠા અર્પે છે.....

આ પુસ્તિકા વિદ્યાર્થીઓ અને તે દ્વારા વાલીબંધુઓના હાથમાં મુક્તાં આનંદ અનુભવીએ છીએ સૌ માટે તે જીવનભાથુ પૂરા માટે તે જીવનભાથુ પૂરા પાડે તો પ્રયાસ લેખે લાગશે.

ચિંતન ગુચ્છ

  • વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી પણ વિપત્તિમાં ભય ન પાવું એ મારી પ્રાર્થના છે.
  • નિયમિત વાંચન, નિયામત વ્યાયામ અને નિયમિત પ્રભુ સ્મરણ એટલે વિદ્યાર્થી જીવનનો અનુપમ ત્રિવેણી સંગમ
  • સ્નેહના સરવાળા, ભૂલચૂકની બાદબાકી સહકારનો ગુણાકાર અને વેરઝેરનો ભાગાકાર કરજો.
  • દેવું થાય તેવુ ખર્ચ નહીં, પાપ થાય તેવું  કંઇ કરવું નહીં લડાઇ થાય તેવું કંઇ બોલવુ નહીં
  • Let noble thought come from all the sources.

સુવિચાર

  • ઉઠો જાગો અને ધ્યેય ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડયા રહો......સ્વામી વિવેકાનંદ
  • દરેક દિશાએથી અમને શુભા વિચારો પ્રાપ્ત થાઓ ઋવેદ
  • વિદ્યા વ્યસનથી અભડાય છે. વિલાસ પ્રિયથી દુભાય છે.
  • પોતાને ન ગમે તેવું આચરણ બીજાઓ પ્રત્યે ન કરો. Jry and Try Again, you will secceed at last.

દરરોજ પ્રાર્થનાની શરૂઆતમાં...

ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણું ગુરૂ દેવો મહેશ્વરઃ
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રઈ ગુરૂવે નમઃ ||

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય
લમ્બોદરાય સકલાય જગપ્તિતાય |

નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ||

દરરોજ પ્રાર્થનાની અંતે

યા કુન્દેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વિણાવર મંડિતકરા યા શ્વેતપદ્દમાસના ||

યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિદેવૈઃ સદા વંદિતા
યા મામ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા ||