જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Prayers 3

દર રોજની પ્રાર્થના

સોમવાર

જીવન અંજલી થાજો, મારું જીવન અંજલિ થાજો
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો.
દીન-દુખીયાનાં આસુ લો તા અતર કદી ન ધરાજો
મારૂં જીવન અંજલિ થાજો,.....

સતની કાંટણી કેડી પર, પુષ્ય બની પથરાજો ।
ઝેર જગતના જીરવી અમૃત ઉપરના પાજો ।
મારૂં જીવન અંજલિ થાજો......

વણ થાક્યાં ચરણો મારી નિત તારી સમીપે ધાજો ।
હૈયાના પ્રત્યેક સ્પંદને તારૂ નામ રટાજો ।
મારૂં જીવન અંજલિ થાજો......

વમળોની વચ્ચે નૈયા મુજ, હાલક લોલક થાજો
શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીયે હોલવાજો ।
મારૂં જીવન અંજલિ થાજો.....

મંગળવાર

પ્રભો ! અન્તર્યામી ! જીવન જીવન દીન શરણા !

પિતા ! માતા ! બંધુ ! અનુપમ સખા હિત કરણા !
પ્રભા, કીર્તિ, કાન્તિ, ધન વિભવ સર્વસ્વ જનના !

નમું છું, વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઇજા !

ઉંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઇ જા !
તું – હીણો હું છું તો તુજ હરસના દાન દઇજા !

બુધવાર

હો કરૂણાના કરનારા તારી કરૂણાનો કોઇ પાર નથી
મેં પાપ કર્યા છે, એવાહું ભુલ્યો તારી સેવા
મારી ભુલોને ભુલનારા તારી કરૂણાનો કોઇ પાર નથી

હો પરમ કૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા
મારું વિષ અમૃત કરનારા તારી કરૂણાનો કોઇ પાર નથી

હું અતરમાં થઇ રાજી ખેલ્યો છું અવળી બાજી
અવળી સવળી કરનારા તારી કરૂણાનો કોઇ પાર નથી

મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરો
આ રાહોના ચીંધનારા તારી કરૂણાનો કોઇ પાર નથી

હો કરૂણા કરનારા તારી કરૂણાનો કોઇ પાર નથી

ગુરૂવાર

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ, આ સકલ વિશ્વનું તેવી ભાવના નિત્ય રહે.

ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોનાં ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે,
દીન ક્રુરને ધર્મ વિહોણાં દેખી, દિલમાં દર્દ રહે,
કરુણા નિધિની આંખો માંથી, અશ્રુના શુભ સ્ત્રોત વહે
મૈત્રી ભાવનું...

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તો પણ સમતા ચિત્ત ધરું,
મૈત્રાદિ આ ચાર ભાવના હૈયે ગુણીજન જે લાવે,
વેર ઝેરમાં પાપ ત્યજીને મંગલ ગીતો ગાવે,
મૈત્રી ભાવનું.....

શુક્રવાર

સરસ્વતી માત હો મારી તમોને પાય લાગુ છું,
તમારો બાળ જાણીને હૃદયમાં વાસ માંગુ છું,

સ્મરણ શક્તિ તમે આપી, અમારી લાજ રાખોની,
બીજો એકેય નથી આરો,દયાળું દુઃખ કોપાને,
સરસ્વતી માત હો મારી, તમોને પાય લાગુ છુ.

ત્યજી માતા – પિતા, બંધુ. તમારે આશરે આવ્યો.
સગા સ્નેહીને તરછોડી તમારા ધામમાં આવ્યો.
સરસ્વતી માત હો મારી, તમોને પાય લાગુ છું.

મળે જો તુજ કૃપા મોટી, બીજી બધી વાત તો ખોટી.
વસે બ્રહ્માંણમાં વાલા, મને તું જાણજે તારા.
સરસ્વતી માત હો મારી, તમોને પાય લાગુ છું.

અમારી ભક્તિ હૃદયે ધરજો, દયાળુ દુઃખડા હરજો.
ભક્તોની ભીડ સંજરજો, સરસ્વતી માત હો મારી,
સરસ્વતી માત હો મારી, તમોને પાય લાગુ છું.

શનિવાર

ઉઠ જાગ મુસાફી ભોર ભઇ,
અબ રેન કહાં જો સોવત હે
જો સોવત હે સો ખોવત હે,
જો જાગત હે સો પાવત હે

ટુક નિંદ સે અખિંયા ખોલ જરા,
ઓ ગાફીલ રબસે ધ્યાન લગા
યહ પ્રીત કરન કી રીત નહિ,
રબ જાગત હે, તુ સોવત હે.

અય જાત ભુગત કરની અપની,
ઓ પાપી પાપમેં ચૈન કહા
જબ પાપકી ગડરી શિશ ધરી,
અબ શિશ પકડ ક્યો રોવત હે

જો કાલ કરે સો અબ કર લે,
જો આજ કરે સો અબ કર લે.
જબ ચિડિયા ખેતી ચુગ ડાલી,
ફીર પછતાયે ક્યા હોવત હે ?

ઉઠ જાગ મુસાફી ભોર ભઇ,
અબ રેન કહાં જો સોવત હે