જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Prayers 4

ભજન અને પ્રાર્થનાઓ

પ્રાર્થના-1

મંગલ મંદિર ખોલો, દયામય,
મંગલ મંદિર ખોલો,

જીવન વન અતિ વેગે વિતાવ્યું,
દ્વાર ઉભો શિશુ ભોળો;
તિમિર ગયુને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો........દયામય

નામ મધુર તવ રટયો નિલંતર,
શિશુ સહ પ્રેમે બોલો,
દિવ્ય તુષાતુર આવ્યો બાલક,
પ્રેમે – અમી – રસ ઢોલો......દયામય.

પ્રાર્થના-2

તુમ્હી હો માતા પિતા તુમ્હી હો
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો.

તુમ્હી હો સાથી તુમ્હી સહારે
કોઇ ન અપના સિવા તુમ્હારે તુમ્હારે

તુમ્હી હો નૈયા તુમ્હી ખેવૈયા
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો

જો ખિલ શકે ના વો ફુલ હમ હૈં
તુમ્હારે ચરણો કી ધૂલ હમ હૈં

દયા કી દૃષ્ટિ સદા હી રખના
તુમ્હી હો બંધુ સખા તુમ્હી હો.

પ્રાર્થના-3

પ્રેમળ જ્યોત તારો દાખવી, મુજ જીવન – પંથ ઉજાળ,
દૂલ પડયો નિજ ધામથી હું ને ઘેર ઘોર અંધારું;

માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં, નિજ શુશુને સંભાળ !
મુજ જીવન - પંથ ઉજાળ - પ્રેમળ.....

ડગ મમતો પગ રાખ તું સ્થિર મુજ,
દૂર માર્ગ જોવા લોભ લગીરના,

એક ડગલું બસ થાય ?
મુજ જીવન - પથ ઉજાળ – પ્રેમલ....

પ્રાર્થના-4

પ્રભુ નમીએ પુરી પ્રીતે, સુખી કર તું કરજે
સ્તુતિ કરીએ રૂડી રીતે, સુખી કર તું સુખી કરજે...

બનાવી તે બધી - દુનિયા, બનાવ્યા તે ઊડા દરિયા;
સુરજને ચંદ્ર ઝગમગિયા, સુખી કર તું સુખી કરજે...

વળી આકાશમાં તારા, ઘણે ઊંચે જ ફરનારા;
બનાવ્યા તે પ્રભુ પ્યારા, સુખી કર તું સુખી કરજે...

જગત આખા ઉપર તારી, નજર ફરતી રહે ન્યારી;
અમારા કામ જોનારી, સુખી કર તું સુખી કરજે,

બધાં એ પાપ બાળી દે, વળી બુધ્ધિ રૂપાળી છે;
નમીએ હાથ જોડીને, સુખી કર તું સુખી કરજે...

પ્રાર્થના-5

પાયોજી મૈને રામ-રતન ધન પાયો
વસ્તુ અમુલખ હી મેરે સતગુરૂ કીર પાર કર અપનાયો પાયો
જનમ જનમકી પુંજી પાઇ, જગમે સભી ગવાયો – પાયોજી

ખરચે ન ખુટે વાંકો ચોર ન લુટે
દિન દિન બઢત સવાયો - પાયોજી....

સત કી નાવ ખેવટીયા સત ગુરૂ
ભવસાગર તર આયો - પાયોજી....

મીરાં કે પ્રભુ ગિરિધનનાગર,
હરખ હરખ જશ ગાયો - પાયોજી....

પ્રાર્થના-6

તુજને વંદન વારંવાર, દેવી શારદા મૈયા,
તારો મહિમા અપરંપાર, દેવી શારદા મૈયા,

મૂર્તિ મનોહર કેવી કે, દર્શન કરીએ એવી,
અમ અંતરમાં સોહાય, દેવા શારદા મૈયા,

વિદ્યા અમીરસ આપી, જ્ઞાનમૃત પાન કરાવી,
જીવન મંગલ કરજો સહાય, દેવી શારદા મૈયા,

તુજને વંદન વારંવાર દેવી શારદા મૈયા

ભજન

એકજ ડાળના પંખી,
અમે સૌ એકજ ડાળના પંખી

વિહરીએ કદી આભમાં ઉંચે,
ઉંડી ઉડી કદી આવીએ નીચે,
કિલ્લોલ કરતાં રહીએ ઉમંગી – એકજ

સુખમાં દુઃખમાં સાથે જ રહીએ,
લડીએ વડીએ કદી જુદા યે થઇએ
તોયે નિરંતર રહેતાં સપી – એકજ

ધરતીને ખોળે બાળ અમે સૌ,
કરીએ કુદરત ગાન અમે સૌ.
જીવન કેરા પ્રવાસના સંગી – એકજ