જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
Jagruti Kanya Vidhyalay, Fatepura | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

  • આદિવાસી વિસ્તારનાં સામાજીક, શૈક્ષણિક, આર્થિક, ધાર્મિક તથા અનેક વિવિધ ક્ષેત્રોએ સુધારા, વિકાસ અને પ્રચાર કરવા.
  • શૈક્ષણિક ક્ષેત્રે - આદિવાસી સમાજની દરેક વ્યક્તિ શિક્ષિત અને સ્વાવલંબી બને તે માટે બાલમંદિરો, માધ્યમિક શાળાઓ, આશ્રમ શાળાઓ, છાત્રાલયો, પુસ્તકાલયો, સ્થાપવા અને ચલાવવા.
  • આર્થિક ક્ષેત્રે - સમાજના ભાઇ બહેનોને રોજી રોટી માળી રહે તે માટે શિક્ષણ આપવું તેમજ ટેક્નીકલ સંસ્થાઓ અને બીન ટેક્નીકલ સંસ્થાઓ સ્થાપવી અને નિભાવવી.
  • ધાર્મિક ક્ષેત્રે - સમાજના અધ્યાત્મિક જ્ઞાનના વિકાસ માટે સત્સંગ મંડળી, ભજન મંડળો, પરાયણો વગેરે સંમેલનો ભરવા. નવીન રચના કરવી અને નિભાવવા.
  • ધર્મશાળાઓ, દેવ દેવીઓના મંદિરો સ્થાપવા અને નિભાવવા.
  • ટ્રસ્ટ દ્વારા ઉભી કરેલી સંસ્થાઓમાં તેમજ છાત્રાલયોમાં ભૌતિક સગવડો તેમજ જરૂરી પુરક પોષણ પુરૂં પાડવું અને નિભાવવું.
  • સમયાંતર કર્મચારી ગણની મિરીંગો ભરવી અને જરૂરી સમીક્ષા કરવી અને સૂચનો કરવા.
  • સંસ્થાઓનો વિકાસ થાય તે પરત્વે પુરતું ધ્યાન રાખવું.

સંસ્થાનું નામ

સંસ્થાનું નામ :- ફતેપુરા વિભાગ વિવિધલક્ષી ઉત્કર્ષ મંડળ, ફતેપુરા
કાર્યાલય :- મુ. પીપલારા, પો. ફતેપુરા, તા. ફતેપુરા, જિ. દાહોદ

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

સમગ્ર પંચમહાલ અને દાહોદ જિલ્લાના તમામ દાલુકાઓ, નગર પંચાયત, મ્યુનીસીપલીટી અને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર