જાગૃતિ કન્યા વિદ્યાલય - ફતેપુરા
 

ટ્રસ્ટીશ્રી

પ્રમુખશ્રી - ડૉ. શ્રી કિશોરસિંહ દલાભાઇ તાવિયાર

ટ્રસ્ટનું નામ - ફતેપુરા વિભાગ વિવિધલક્ષી ઉત્કર્ષ મંડળ, ફતેપુરા

ટ્રસ્ટના સભ્ય વિશેની માહિતી

માનનીય ડૉ. સાહેબ ઠેં જેઓ ફતેપુરા વિભાગ-વિવિધલક્ષી ઉત્કર્ષ મંડળ ફતેપુરાના આજીવન સભ્ય છે. તેમજ સંસ્થાના પ્રમુખશ્રી છે. તેમજ ત્રણ ક્રમ સુધી પંચમહાલ જિલ્લા પંચાયત ખાતે બે ટર્મ અને દાહેદ જિલ્લા પંચાયત ખાતે એક ટર્મ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તરીકે ઉત્તમ અને સંનિષ્ઠ સેવા બજાવેલ છે. આ સિવાય સહકારી સંસ્થાઓમાં પણ સભ્ય રહી ઉત્તમ સેવા બજાવતા રહ્યા છે.

કાર્યનિષ્ઠ સંચાનક તરીકે હાલમાં ઉમદા સેવા બજાવી રહ્યા છે સંસ્થામાં દર પંદર દિવસે મુલાકાત લઇ સંસ્થાના પ્રાણપ્રશનોની વાયા આપે છે. સંસ્થામાં ભણતા આદિવાસી બાળકો શિક્ષિત, સ્વાવલંબી અને પગનિર્ભર બને ટેક્નીકલ ક્ષેત્રે વિકાસ સાધે તેમાંજ તેમનો સૂર સમાયેલો છે. સ્પષ્ટ વક્તા અને નિડર પણાનો ઉત્તમ ગુણ રહેલો હોવાથી સંસ્થાનુ જિલ્લામાં નામ ગુંજતુ રહ્યુ છે. જેનો સંપૂર્ણ યશ આપશ્રીના ફાળે જાય છે. ખરેખર શાળાનો સર્વાંગી વિકાસ આપશ્રીની કુશળ આવડતના કારણે થઇ રહ્યો છે. આપ ખરેખર શાળા માટે એક હૃદય સમાન રહ્યા છે.


ટ્રસ્ટીશ્રી